પાદર
મારા તે ગામના પાદરની...
શું મીઠી હતી યાદ !
એના ઘેઘૂરા વડલા તળે...
શું ગુજારી હતી રાત !
હાથોમાં હાથ ને આંખોમાં આંખ...
હતો એકમેકનો અનેરો સંગાથ !
એકબીજાનાં મોઢામાં મૂક્યા હતા...
સંતાડેલા બોર અને ખટુમડા ખાસ !
ફાનસના અજવાળે ને ચાંદની સાક્ષીએ...
માંડી હતી એક વાત !
જે પછી બની ગઈ જીવન ભરની...
એક હસિન સૌગાત !
પછી...તો થઈ, શહેરમાં...
નવા સંસારની શરૂઆત!
એવા એમાં ગુંથાયા કે વ્યસ્ત થયા...
દિવસ અને રાત !
હવે...થીએટર અને ક્લબમાં...
ગુજરવા માંડી રાત !
એની ચકાચૌંધ રોશની થી...
અંજાવા માંડી આંખ !
હાથોમાં હંમેશ રહેતો મોબાઈલ...
અને આંખ પર ગ્લાસ !
પીઝા અને બર્ગર જ ખાતા...
બોર ને ખટુમડા તો, બન્યા ભૂતકાળ !
તો...ય...માનવમહેરામણની વચ્ચે ય...
આવી જાય યાદ !
મારા તે ગામનો એ ઘેઘુરો...
અને પાદર કેરો સાદ !