*પાદર* *(તને યાદ છે...!)*

તને યાદ છે...! એ દિવસો...!
જીવનના અદ્ભૂત પડાવમાં...
ગામના પાદરે મળતા,
હાથમાં રાખી હાથ...
એકબીજામાં ભળતા...!

તને યાદ છે...! એ દિવસો...!
તારી આંખમાં જોઈ...
પ્રેમરસ હું વરસાવતો,
પ્રગાઢ આલિંગનમા જકડી...
તારામાં હું ભીંજાતો...!

તને યાદ છે...! એ દિવસો...!
સપના અવનવા સજાવતા...
ને વાતોમાં ક્ષિતિજને આંબતા,
એકબીજાને સાથ આપવાની...
ને પૂર્ણ કરવાની વાતો કરતા...!

તને યાદ છે...! એ દિવસો...!
જ્યારે હું જતો હતો શહેરમાં...
આપણું નવું આશિયાનું બનાવવા,
તું આવી હતી પાદરે બહાવરી બની...
વિહવળ આંખો સાથે મને વળાવવા...!

તને યાદ છે...! એ દિવસો...!
તને રોજ યાદ કરી કરતો ફોન...
જેમાં કરતા વાત મિલનની,
પણ, સમયના ચક્રમાં હું ભરમાયો...
છતાં તારી યાદ થકી જીતાયો...!

મને હજીય યાદ છે...! એ દિવસો...!
આપણી એકમેકમાં ભળવાની વાતો...
પાદરની એ અનેરી યાદો...!
ક્ષિતિજ આંબવાના એ સપના,
ને એકબીજાની પૂર્ણતા ની વાતો...!

*****

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Good Morning by ધબકાર... : 111064679
Shefali 8 year ago

ખૂબ સરસ...

ધબકાર... 8 year ago

@Harita...આ તો ખાલી ખાલી...???...@ એ જ સપનાની રાહે ચાલ તું, મને આમજ સાથ આપ તું...

હરિ... 8 year ago

@aaje e j sapan pura thai gya ne...man na vaman pn sant thai gya.....@ha...bhai kem nai...lai levana....pu6vanu nai....?

ધબકાર... 8 year ago

@Harita...ગુલાબજાંબુ મને મળશે..??

ધબકાર... 8 year ago

@Harita...ખુબ સરસ...એ ઉઠેલા વમળમાં નવા સપના જોતા, સપનામાં સજાવી એને પૂરા કરવા મથતા...

ધબકાર... 8 year ago

@shefali...હા મને પણ યાદ છે એ એકબીજામાં રાચવું, એકબીજાને ગમતું કરવું...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@bhaveshbhai...@tiya...જય શ્રી કૃષ્ણ...@harita...osm...osm...@ketanbhai...

Ketan 8 year ago

જય શ્રીકૃષ્ણ

Shefali 8 year ago

આભાર @ટિયા @ હરી ..jsk...યાદ છે તને...! એક બીજાનો હાથ પકડી ત્યાં કલાકો વિતાવતા હતા...

હરિ... 8 year ago

jai shree krishnaaa.....all...@wahh...mastn..mastn...both...@yaad 6e tane....talav ni par par besi ne pani ma patthar marta ta...

Tiya 8 year ago

wah super both ...

Shefali 8 year ago

વાહ @ એમ જ થોડી ક્ષણ રહેવું અને ભાવિ ની દુનિયામાં ખોવાઈ જવું...મને યાદ છે...!!! શું તને પણ યાદ છે...!?

Bhavesh 8 year ago

vah bhai mast

ધબકાર... 8 year ago

વાહ...@ મને યાદ છે...! તારું એ શરમાઈ ને મારામાં લપાઇ જવું, અનંત સમય સુધી માત્ર લાગણીથી સમજાઈ જવું...

Shefali 8 year ago

વાહ @ મને યાદ છે...! બોલ્યા વિના પણ ઘણું કહી દેવું, તારું એ અપલક નિહાળવું અને મારું શરમાવવું

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ મને યાદ છે...! હાથમાં રાખી હાથ તારી આંખમાં મને જોવું, એ આંખમાં ખોવાઈ આજીવન રહી જવું..

Shefali 8 year ago

વાહ...તને યાદ છે...એ તળાવની પાળી પર કલાકો સુધી બેસવું એક બીજામાં khovavu

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now