Gujarati Quote in Blog by Shefali

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વિચાર...

હમણાંજ અંબાણી પરિવારમાં લગ્નપ્રસંગ યોજાઈ ગયો. જેની પૂરી દુનિયા સાક્ષી રહી. આપણામાંથી ઘણા બધા લોકો એ આ શાનદાર પ્રસંગ ને વધવ્યો અને ઘણા બધા લોકોએ એને એમ કહીને વખોડયો કે લગન પ્રસંગે આટલો બધો ખર્ચો. એના કરતાં દાનમાં રૂપિયા આપ્યા હોય તો  કેટલાય લોકોની જરૂરિયાત પૂરી કરી શકાઇ હોત કે કેટલા બધા ભૂખ્યાને ભોજન પ્રાપ્ત કરી શકાયું હોત વગેરે વગેરે....

પણ એક વાર વિચાર કરી જો જો કે શું આપણને આવું વખોડવાનો હક છે ? એક વાર જસ્ટ વિચારી જોવો કે જ્યારે આપણા ઘરમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ આવે છે ત્યારે આપણે પણ યથાશક્તિ ખર્ચો કરતાજ હોઈએ છે. એ પ્રસંગ જન્મ, લગન કે પછી મરણ નો જ કેમ ના હોય. આવા વખતે હંમેશા આપણે કઈ દાન કરવાનું નથી વિચારતા. એટલે એનો મતલબ કઈ એવો નથી કે આપણે દાન જ નથી કરતા...! એવી રીતે જ આ ધનાઢય પરિવારો પણ એનજીઓ ચલાવીને કે બીજી અનેક રીતે દાન તો કરતા જ હોય છે.

તો હવે આવા પ્રસંગોને વખોડતી વખતે એક વિચાર કરીએ અને એક સમજ કેળવીને યોગ્ય મર્યાદામાં ચર્ચા કરીએ...

Gujarati Blog by Shefali : 111064249
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now