એક સ્ત્રી પાસે જો સૌથી વિશેષ કોઈ વસ્તુ હોય તો એ છે એની ઈજ્જત,એનું સમ્માન. જે વ્યક્તિ સ્ત્રીને સમજી જ નથી શકતો એ એનું સમ્માન શું જાળવી શકે? જ્યારે પુરુષ પાસે સ્ત્રીની વિરૃદ્ધમાં કંઈ જ પ્રાપ્ત ન હોય ત્યારે તે સીધો તેના ચારિત્ર્ય પર જ આંગળી ચીંધે છે પણ સામે એ એ જોવાનું કેમ ભૂલી જાય છે કે પોતે આજ સુધી સ્ત્રી માટે કર્યું શું છે? મર્યાદામાં શું કાયમ સ્ત્રીએ જ રહેવાનું? મર્યાદા જાળવવાનો થેકો શું એણે જ લીધો છે? તો પછી ભગવાન શ્રી રામને શા માટે “મર્યાદાપુરૂષોત્તમ" કહેવામાં આવે છે? કારણ કે મર્યાદા સૌથી પહેલાં પુરુષે રાખવાની હોય ને જાળવવાની હોય. જે સ્ત્રીના ચારિત્ર્યની રક્ષા નથી કરી શકતો એ વ્યક્તિને એને આંગાળી ચીંધવાનો કોઈ જ હક નથી...... RESHAM ?