જિંદગી ની સફર ને હું હસતા હસતા કાપતો ગયો,
રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી,તેને વિણતો ગયો
મુરઝાયા પછી પણ મારી સુવાસ ની ચર્ચા છે અહીં,
વસંત તો શું, હું તો પાનખર માં પણ ખીલતો ગયો
ઉંચાઈએ રહેવનો મને મોહ જરા પણ નથી દોસ્તો,
હું એ તારો છું જે બીજાની ઈચ્છા પુરવા ખરતો ગયો
સમય સાથે સમજાયું નથી મળતી ખુશીઓ જ હમેશા,
ખુશ રહેવા દુઃખ ને પણ હસીને માણતા શીખતો ગયો
આ મુસ્કાન જોઈ એમ ન માનતા કે રડયો નથી હું ક્યારેય,
પણ આંસુઓની શ્યાહી બનાવી શબ્દોમાં વ્યથા લખતો ગયો
કોશિશ તો કેટલીયે કરી હશે જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો, હું હમેશા હસી ને જીવતો ગયો.