એક કવિતા ઘણી જૂની છે , પણ રજૂ કરવાનું મન થયું..
કાયરતા ભરેલું જીવન જીવવું મને ક્યારેય ન ફાવ્યું,
લોહીના ગુણો દબાવી વર્તવાનું મને ક્યારેય ન ફાવ્યું;
આંગળી જાલી બીજાની શુ સમર જીતી શકાય?
એમ ખુમારી વિના ખેલવાનું મને ક્યારેય ન ફાવ્યું;
રસ્તાઓ અનેક છે સફળતા સુધીના શોધી લેશું એક,
સ્વાર્થ ખાતર બીજાને કચડવાનું મને ક્યારેય ન ફાવ્યું;
રહું છું મસ્ત હું મારામાં તોય પરવા કરી છે બીજાની,
ગરસિયો છુંને એટલે નડવાનું મને ક્યારેય ન ફાવ્યું;
ભલે જાત સાથે મારી યુદ્ધો કરી લઉં ઘણા છતાં,
પોતીકા પર હથિયાર ઉપાડવાનું મને ક્યારેય ન ફાવ્યું;
શાણપણથી નહીં સમજણ વિના અટકે છે ઘણું !
એ અજાન અર્ક સમજાવવાનું મને ક્યારેય ન ફાવ્યું..
મહેન્દ્રસિંહ જાડેજા (વેકરા). કચ્છ..