* " આમ જ "*
# કવિતા ...
આમજ ખુશ રહો તો દિલને ગમે,
થોડા હસતા રહો તો દિલને ગમે.
લાગણી થોડી ઓછી હશે તો ચાલશે,
ભાવના થી તરબતર હોય તો ગમે.
ઝળહળતો સુરજ પણ સાંજે ડુબી જાય છે,
થોડુ છે અને થોડુ મળી જાય તો ગમે.
સુગંધ તો તીવ્ર હોય જ મોગરા ની,
ક્યારેક કેસુડો મહેકે તો ગમે.
સતત વરસતી લાગણીઓમાં ભાવના ની ઓટ હોય છે.
ભાવુ નિસ્વાર્થ લાગણી હોય તો ગમે........