નિજાનંદે લખું છું ને નિજાનંદે માણું છું.
હું ખુદ નિજાનંદને રહેવાનું ઠેકાણું છું.
જગતના દ્વંદ્વ સુખને દુઃખ આપનારા,
ભૂલો પરિસ્થિતિ મોજનો પક્ષ તાણું છું.
અંતરને મનની એકરુપતા ગયા પછી,
સ્ફુરણાના સહારે જીવન જીવી જાણું છું.
હરખ શોકના હેત અફસોસ સાવ ભૂલી,
વહેતા ઝરણાં સમું સંગીત સુંવાળું છું.
છું ગાતું પંખી વસંતના ટહૂકાર ઝીલતું,
મૂકી દુન્વયી દસ્તૂર નિજને સઁવારું છું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '