મિલન

આખરે આવી ગઈ એ પળ...
જેને સજાવી હતી મેં મારા સપનામાં !

હું બેઠી હઈશ સુંદર સેજમાં
રાહ જોતી
શરમાતી
ગભરાતી
સપનાઓ લઈને

ત્યાંજ ધીમેથી દરવાજો ખોલીને
આવશે પિયુ
હાથમાં ગુલાબ
આંખોમાં શરારત
હોઠોમા તરસ લઈને

પછી,
રચાશે આંખોનું ઐક્ય
સંભળાશે દિલની ધડકન
બહેકશે યૌવન
એક થશે તનમન

અને,
અનાવૃત થશે શરીર
ભળશે અમારા તન
રચાશે એક પ્રેમ યુગ્મ
તૃપ્ત થશે અમારા મન

આખરે આવી ગઈ એ મારી પિયુ મિલન ની પળ !

Gujarati Whatsapp-Status by Shefali : 111058883
Shefali 8 year ago

આભાર કમલેશ જી...

Kamlesh 8 year ago

વાહ!...

Shefali 8 year ago

ખૂબ સરસ રોહિત...@ સંદીપ...તર્પણ અને પ્રતિક્રમણ બધું જ કરવાનું

ધબકાર... 8 year ago

@ તર્પણ થઈ તું કેમ કરી રહી શકે, તું આમ શું મને વરી શકે..!?

Ssndeep 8 year ago

તર્પણ ની જગ્યાએ પ્રતિક્રમણ મુકો @નિરુમાં ...

Shefali 8 year ago

વાહ @ આ સમર્પણ અને આ અર્પણ એ જ મારું તર્પણ

ધબકાર... 8 year ago

@shefali...સમર્પણમાં અર્પણ થતી ગઈ...

Shefali 8 year ago

આભાર @ અમિતા and sejal

Shefali 8 year ago

આભાર @ કેતન @ સંદીપ

Shefali 8 year ago

વાહ રોહિત...અને એક સમર્પણ ની ભાવના જગાવતી ગઈ...

Dr Sejal Desai 8 year ago

વાહ....પિયુ મિલન ની એ અદભૂત પળ.... ભૂ સમાઈ જાઉ પિયુના

Amita Patel 8 year ago

ભરપૂર શૃંગાર રસ ... મસ્ત

Ssndeep 8 year ago

વાહહહહહ પ્રચુર શ્રુ્ગાર ....

Ketan 8 year ago

સરસ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ આ રાહ ચાહ જગાવતી ગઈ, તારામાં મને સમાવતી ગઈ...

Shefali 8 year ago

આભાર એસીપી

Shefali 8 year ago

વાહ રોહિત...@ એ અનોખી પ્રીત જિંદગી ને એક નવી જ રાહ chindhvi ગઈ...

Shefali 8 year ago

આભાર હરી...gm...JJ...jsk

ધબકાર... 8 year ago

વાહ વાહ...@ એ જિંદગીની રીત અનોખી પ્રીતમાં ભળી ગઈ...

હરિ... 8 year ago

wahh...di...jj....jsk...gm.....all

Shefali 8 year ago

વાહ રોહિત @ એ પળ જે ઝીંદગી બદલી ગઈ...

Shefali 8 year ago

આભાર હિના...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ આ મિલનની એ પળ જાણે દિલને ધડકન ચુકાવી ગઈ...એ જ પળોમાં તું દિલમાં સમાતી ગઈ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now