શિયાળો..તારી યાદ નો ઉકાળો
વર્ષ ને ઋતુ નું આમંત્રણ
જાણે પ્રિયજન ને હેત નું આલિંગન.
ભુમિ ને ઉગત્તો સુરજ ગમે
થરથરતી ક્ષણ હોય હૂંફ નું ચુંબન.
ફૂલ ઊગે છે ધીમે ધીમે
શું ખબર ગમતું હશે અને ઝાકળ નું સ્પંદન.
ખેતર ઊભા જો ને ઠાઠ માં
પીરસવા માનવ ને છત્રીસ ભોજન.
અડધી રાત માં તાપણું તપે
હું બસ જોઉં તારા માં હાશ નાં ગુલાબી ખંજન.
કસરત થી ભાગે અને પણ આપે
મીઠાં કડવા શાહી વ્યંજન.
શિયાળા ની રાત ને પૂછો કોઈ
લાંબી કેમ થાય છે બની આંખ ને યાદ નું અંજન.
- ભુમિ પંડ્યા