છે જીવન એક પાઠશાળા વગર શિક્ષકે ભણાવતી.
કરી કસોટી આંકરીને અનુભવ પાથેયને બંધાવતી.
સૌ સરખા છે એને મન રંક કે પછી હો તવંગર હો,
સાચા ખોટાં કહીને નહીં પણ જાતે જ સમજાવતી.
હોય હિંમતનું ભાથું સંગાથે તેને એમાં ડર નથી હોતો,
બાકી માટીપગાને નિર્બળ મનનાને કેવા થરથરાવતી.
ધરી ધીરજ કર્મપથગામીને નથી કોઈ સમસ્યા થતી,
સહનશીલતાનો પાઠ અઘરો પ્રત્યેકને શીખવાડતી.
અનૌપચારિક કેળવણી છે અભ્યાસક્રમ બસ એનો,
સફળ થનારને સ્વહસ્તે જયમાળ સામેથી આરોપતી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '