ભલે રહેવા તો ઘર મારે નાનું છે,
પણ હૃદય સહુ નું અહીં મોટું છે.
આવે છે દુઃખ કદીક રસ્તો પૂછીને,
છતાં આંખોમાં ના એક કતરું છે.
થાય છે થોડી રકઝક નાના મોટા માં,
પળમાં માની જાય મન સહુનું ભોળું છે.
વાર તહેવારે મનાવિયે ઉત્સવ બધા,
દીધું માવતરે ક્યાં કઈ જ ઓછું છે.
સદા સર્વદા રહે હાસ્ય અમ મુખ પર,
એવું ગજબ નું ઘર મારુ સહિયારું છે.
આવો મહેમાન ગતિ માણો"પ્રતીક"ની,
પડે ભૂલો ભગવાન એવું ઘર મારુ છે.
Dp,"પ્રતીક"