તુજ આગમનના વિચારે હરાયું મન મારું.
તુજ પદરવ તણા સંચારે હરાયું મન મારું .
વસંતે દસ્તક દીધી મુજ આંગણના દ્વારે,
જાણે કોકિલના ટહૂકારે હરાયું મન મારું.
બહાર છેડી રહી પ્રકૃતિ તવાગમન ટાણે,
તારા પાયલનાં ઝણકારે હરાયું મન મારું.
બની ગઈ સપ્તરંગી દુનિયા શમણાં સંગે,
અણિયાળાં નૈન ઈશારે હરાયું મન મારું.
ઉર ધબકાર પણ રટી રહ્યા નામ તારુંને,
ઘંટડી શા શબ્દ રણકારે હરાયું મન મારું.
બની ગઈ બળવત્તર ઝંખના મિલન કાજે,
ધનુષ શા હોઠના આકારે હરાયું મન મારું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '