સ્મરણો ની રાખ લઈને ક્યાં સુધી ફર્યા કરશો ,
શ્રાવણ ના દિવસો પણ આવ્યાં ક્યાં સુધી ચર્ચા કરશો.
ભર વસંતે પીળા પર્ણો ઉગે કાયમ
યારો ,
પાનખર ના નામથી પણ ક્યાં સુધી ડર્યા કરશો .
ઉંઘતા ને જાગતા લીધા કરે નામ
નો જાપ ,
સ્વપનો માં રાત ને દી ક્યાં સુધી સર્યા કરશો .