ચાલ ફરી જઈ બાગ માં,રમશું સંગાથે,
ફરી વાતો બાળપણ ની યાદ,કરશું સંગાથે.
એ બાગ બગીચાની જમીન લીલોત્રી માં,
ઉગ્યા જે પુષ્પ મળી ચૂંટશું સંગાથે.
પ્રથમ મિલન માં નાદાન પ્રણય ની,
ફરી એકવાર સાખી ભરશું સંગાથે.
યાદ છે હજુ મને માસૂમ મુસ્કાન તારી,
એની એ ઝલક ફરી માણશું સંગાથે.
જયારે આવ્યું તુજ પર દિલ આ બુદ્ધુ,
એ ક્ષણે હસતા પાછા જશું સંગાથે.
ભાગદોડમાં ઉંબરે કેદી આવ્યું છે ગઢપણ,
એ ભૂલી નાદાન ફરી બનશું સંગાથે.
દીધો સહારો જે પ્રકૃતિએ પ્રેમમાં,
આભાર એનો મળી માનશું સંગાથે.
ચાલ ફરી જઈ બાગ માં,રમશું સંગાથે,
ફરી વાતો બાળપણ ની યાદ કરશું સંગાથે.
દિનેશ,પરમાર"પ્રતીક"