“મૃત્યુ”
સમગ્ર વિશ્વમાં એક જ સનાતન સત્ય છે-“મૃત્યુ”.
મૃત્યુ પછી શું? આત્મા અમર છે, પરંતુ માનવ દેહ.
પંચ-મહાભુતમાં વિલિન થયા બાદ અન્ય જીવન પ્રાપ્ત કરે છે કે કેમ?
એ અંગે સદાકાળથી લખવામાં આવતું રહેલ છે.
હા, મૃત્યુના આલિંગન જેવું સનાતન સુખ પણ અલૌકીક જ હોય છે-
ચિર શાંતિ.-કશીજ ખલેલ નહિં.
ઈશ્વર પાસે હોવાની અનુભુતિ અને પરમ આનંદની સ્થિતિ.-
એ જ વાસ્તિવકતા.- “મૃત્યુ એટલે-સૌનું પરમ કલ્યાણ માર્ગે ગમન.
તા.૧-૧૨-૨૦૧૮ કિરીટ બી,ત્રિવેદી-“નિમિત”
ગાંધીનગર