વર્ષોથી મૌન રહેલી હૃદયની લાગણીઓને,
હમણાં-હમણાં વાચા ફૂટી છે.
કૈક બંધનો હતા અજાણ્યા કોઈ ભયના,
સ્પર્શ તારો થયો ને તંતુએ તંતુએ તૂટી છે.
મોતી તો ઘણાય સારી જાય છે વેદનાના એ દરિયામાંથી,
પણ તુજ સમ "અનમોલ" હીરા ને સાચવે એ જ તો મારી મુઠ્ઠી છે.
નથી માનતો હું કે છે આ જગતમાં દુઃખ નું અસ્તિત્વ,
બાકી તમે કોઈની ચાહતને કસોટીમાં ઢાળો એ રીત જ સાવ ખોટી છે.
અચાનક ચાલી નીકળ્યો છું અજાણી આ રાહ પર,
સાથ તમારો ઈચ્છું છું નહિતર અંતે તો એ જ માટી છે.
ઘણે દૂરથી નજર નાંખી એક આસ લઈ તુજ સમીપે આવ્યો છું,
પ્રકૃતિ એ પણ ઉજ્જડ આ પ્રદેશમાં વર્ષા કઇંક છાંટી છે.
જેમ જડ્યું હોય નાના બાળને એમ વિચારી રાજી થાઉં છું,
દિવસે તો ઉજાગરો હતો જ ને હવે રાતેય બહુ મોટી છે.
હે ઈશ્વર! તું પણ શું યાદ રાખીશ મને,
એક પ્રેમના ખાતર મે તારી પણ ભક્તિ છોડી છે.
- પ્રશાંત ચૌહાણ ( પાલનપુર )