Gujarati Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દિવસ હું એક ભાઇની તેના પહેલા જ દિવસે એક નવી નકોર રિક્ષામાં બેસીને બજારમાં જઇ રહ્યો હતો જે તેનો ધંધાનો પ્રથમ દિવસ હતો, રિક્શામાં એક નાની છોકરી પણ હતી ને બીજા બે પેસેન્જર પણ દેખાતા હતા.
રિક્ષા ગામનો કાચો રસ્તો છોડીને પાકકા રોડ ઉપર જવા ચઢી... ડ્રાઇવર એક મસ્તીથી પોતાની નવી રિક્ષા ચલાવતો હતો. કદાચ આ રિક્શા તેના જીવનની પહેલી રિક્શા હશે.
ત્યાં જ થોડેક દુર સામે છેડે ડાબી બાજુ ટ્રાફીક પોલિસના માણસો વ્હીકલ ચેકીંગમાં ઉભા હતા તરત તેમને આ રિક્શાને ઉભી રાખવાના સંકેત આપ્યા ને ડ્રાયવરે તેની રિક્ષાને બ્રેક મારી..સલામ મારીને ડ્રાઇવર બોલ્યો બોલો સાહેબ શું પ્રોબ્લમ છે!
સાહેબ બોલ્યા લાવ તારુ લાઇસન્સ, વિમાના કાગળ વગેરે..
ડ્રાઇવરે રિક્શામાં શોધખોળ કરી પણ કદાચ મળ્યા નહીં.
પછી તેને એક વિનંતી સાથે ભલામણ કરી કે સાહેબ રિક્શાના કાગળ છે પણ આજે હું ઘરે ભુલી ગયોછું જુઓ આ મારી રિક્શા નવી જ છે ને દરેક કાગળછે પણ ખરા પણ ઉતાવળમાં ઘેર ભુલી ગયો છું તમે મને સમય આપો તો હું વળતા લઇ આવું ને બતાવી દઇશ પણ હાલ મને જવા દો મારે હોસ્પીટલમાં પહોંચવું છે મારી છોકરી બિમાર છે માટે મારે જલદી દવાખાને પહોંચવું જરુરી છે.
પણ એ સરકારી અધિકારી એક ના બે ના થયા..ને તરત એક હજારનો મેમો લખીને આપી દીધો
હું પાછળ બેઠો બેઠો બધું નિહાળી રહ્યો હતો પણ હું શું કરું કારણકે હું પણ લાચાર હતો..મારી પાસે એટલા પૈસા ના હતા કે હું તેને એટલી બનતી મદદ કરી શકું!
નવી રિક્શાનો પહેલો દિવસ,
એક પોતાની બિમાર છોકરી, હોસ્પિટલનો પણ ખર્ચ,
ને પાછો એક હજારનો આ મેમો...
કયારેક દુ:ખ પડે છે ત્યારે સઘડા દુ:ખ પડી જાયછે જે આની ઉપરથી આપણને ખબર પડે છે...
આને કહેવાય એક કષ્ટ દાયક અશુભ દિવસની શરુઆત.
સ્ટેન્ડ આવ્યા પછી હું રિક્શામાંથી ઉતરી ગયો પછી શું થયું એ રિકશાવાળાનું એ મને ખબર ના પડી...

Gujarati Blog by Harshad Patel Pij : 111053909
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now