પહેલું મિલન
એક આથમતી સાંજે અમે મળ્યા,
ઢળતા સૂરજની ત્યાં હાજરી હતી.
અપેક્ષા કરતા વધુ સમય મળ્યો,
સૂર્યાસ્ત પછી પૂનમની ચાંદની હતી.
પ્રથમ તો કોણ કરશે શરૂઆત વાતની,
બંને ના હોઠો પર છુપી એક કંપારી હતી.
થયું આગમન અચાનક ત્યાં ખામોશી નું,
બંને હ્રદયની પરસ્પરની આ વાણી હતી.
"હિંમત" થી શબ્દ એક સરી પડ્યો "તમે...",
ને ફરી પાછી નીરવ ઠંડા પવનની મિજબાની હતી.
સમય જાણે થંભી ને સાથ આપી રહ્યો હતો,
એને પણ જાણવાની ઈચ્છા અમારી કહાણી હતી.
સ્વસ્થ થઈ પુછી લીધું, "ચાહું છું આપનો સાથ જીવનભર",
એના મૌન મા મારા પ્રેમ ની અસર વર્તાતી હતી.
રોમે-રોમ પ્રગટ્યા હતા પ્રેમના દીવા,
ચાંદની ની શીતળતા એ ભીતર અગન જલાવી હતી.
આભાર માનું છું હું એ ઉપકારી પ્રકૃતિ નો,
એ સાંજ, એ રાત માથે અમારા મિલનની જવાબદારી હતી.
- પ્રશાંત ચૌહાણ ( પાલનપુર)