#ટહુકો ભરૂચનો...
ગુંજી રહ્યો છે જોને ટહુકો ભરૂચનો,સંભળાય છે મીઠેરો ટહુકો ભરૂચનો.
સાનિધ્ય મળ્યું છે કૈં આ શબ્દસ્વામીઓનું,ગહેકી રહ્યો છે આભે ટહુકો ભરૂચનો.
વિધ વિધ સર્જકોની સંવેદના લઈને,ગુંજી ઉઠ્યો છે જોને ટહુકો ભરૂચનો.
એ માંહિ વહી જોને કૈ લાગણી ભીનેરી,રેલાય શબ્દ સૂરે ટહુકો ભરૂચનો.
અર્થોનો વેશ પામી નવલા સ્વરૂપ મધ્યે, શોભી રહ્યો છે આજે ટહુકો ભરૂચનો.
યુગોથી અહીં ગુંજે રેવા મધુરસૂરે, એ સૂર મહીં ભળ્યો છે ટહુકો ભરૂચનો.
હાથો મહીંથી હૈયે લઈ પામજે જરા તું, પડધાશે તુજ હ્રદયમાં ટહુકો ભરૂચનો.
ગુંજી રહ્યો છે જોને ટહુકો ભરૂચનો,સંભળાય છે મીઠેરો ટહુકો ભરૂચનો.
~એક ભરૂચવાસી..