એક સમયે શાળાની મુલાકાત ખ્યાતનામ સન્નારી
ડૉ. એની બેસન્ટ સાથે ગોઠવવામાં આવી .
સમય હતો સાંજે પાંચ વાગ્યાનો ,
પરંતુ સાડા પાંચ સુધી તેઓ ન આવ્યાં.
......અને માસ્તરે બાળકોને છોડી મૂક્યા.
સાંજે છ વાગ્યે તેઓ પધાર્યા .
નેતાઓએ માસ્તરને પૂછ્યું તો એણે કહ્યું ,
' બાળકો કઈ ઘેટા બકરા છે ?
નાના બાળકોને આમ પૂરી રાખવા હિતાવહ છે ?
કોઈ સમય ન જાળવે તો તેની શિક્ષા બાળકો શા માટે ભોગવે ? '
એની બેસન્ટ જો કે શિક્ષક સાથે સહમત થયાં .
એ શિક્ષક - ચૂનીલાલ ભાવસાર પછી શ્રીમોટા તરીકે ખ્યાત થયા .