Doctor's diary.... Reality....
"ઉઘાડી લૂંટ"
મારે કોઈ પણ સામાજિક પ્રસંગોમાં કે મેળાવડામાં જવાનું થાય ત્યારે જો હું મારો પરિચય ડોકટર તરીકે આપું એટલે સામેવાળાના મનમાં પ્રાથમિક રીતે બેજ વિચાર આવે.પહેલો કે આમનો કોન્ટેક્ટ રાખવો સારો પડે ગમે ત્યારે કંઈ થાય તો "કામ" આવે.ને બીજો,જે ઘણાખરા લોકો મને પૂછી પણ લે કે ડોકટરો તો ભગવાનનો અવતાર કહેવાય,દર્દીઓ એને ભગવાન માને તો ડોક્ટરો, 'બિચારા' દર્દીને લૂંટે કેમ...????
હું કોઈ સુપર સ્પેશિયાલિસ્ટ નથી પણ મેં એ લોકોની દુનિયા ઘણી નજીકથી જોઈ છે,ને છેલ્લા અમુક વર્ષોથી અનુભવું પણ છું.એક રાતમાં ૧૦-૧૦ ડિલિવરી કરાવતા કે જિંદગી ને મોત વચ્ચે જોલા ખાતા દર્દીને બચાવતી વખતે ડોક્ટરનું સુખ,ચેન,કુટુંબ,કબીલો,સંબંધો બધું જ દાવ પર લાગેલું હોય છે.તમારા જ ઘરે પાર્ટી છે પણ તમે જ નથી કેમ?કારણકે એક ઇમરજન્સી આવી છે.રાતના ૧૨ કે સવારના ૪ ફોનની રિંગ વાગીને તમે દોડ્યા કારણકે તમે ડોક્ટર છો ને એક પેશન્ટ તકલીફ માં છે.
મને આશા છે કે આપ સૌને જાણ હશે જ કે ડોક્ટરને પણ તાવ,શરદી,કળતર,મેલેરિયા,ડાયાબિટીસ, કેન્સર...વિગેરે વિગેરે થઈ જ શકે.☺️ પણ તાવની દવા લઇ ફોન સ્વિચ-ઓફ કરીને સુઈ જવું એને ના પરવડે..!
વગર ડિગ્રીના સ્ટાફ પાસે લોકો બ્યુટીપાર્લર કે મસાજ પાર્લર માં પોતાના 'સ્ટાન્ડર્ડ ' મુજબ ખર્ચો કરી શકે પણ જો ડોક્ટરની વાત છે તો એને તો સેવા જ કરવી જોઈએ...!!? આની પાછળનું લોજીક મને આજ સુધી તો નથી જ સમજાયું.
દિવાળીની આગળ ને પાછળ ૫-૫ દિવસ કોઈ કારીગર ના મળે,પણ આ સ્વાસ્થ્ય ના કારીગરો ૨૪ x ૭ હાજર મલે એ કેવું? ને જો દિવાળી પર ડોક્ટર ફરવા ગયો તો આપણે પાછા એવુંય કહીએ કે ભાઈ ! દિવાળીમાં તો બધા ડોક્ટર ફોરેન જ જાય ને આપણા પૈસે જ જલસા કરે?
એ જ માણસ જ્યારે બાકી ના ૩૬૧ દિવસ રવિવાર કે રાત જોયા વગર દોડ્યા કરે ત્યારે કેમ આપણને કંઈ યાદ નથી આવતું??
ડોકટરના ઘરમાં પણ બાળકો બીમાર પડતા હોય,વડીલો ને હૃદયના હુમલા આવતા હોય,સ્ત્રી હોય તો એને પણ માસિકની પીડા થતી હોય.દર્દીઓ અને દવાખાના પાછળ એમના સંબંધો ને સ્વજનો ઘણું બધું પાછળ છૂટતું હોય.
હા,!!અમે સ્વીકારીએ છીએ કે અમે લૂંટ કરીએ છીએ.અમે લૂંટીએ છીએ તમારી ચિંતાઓ,એવું કહીને કે કઈ ગભરાવા જેવુ નથી દવાથી જ ઠીક થઈ જશે.
અમે લૂંટીએ છીએ તમારા સંતાપો એવું કહીને કે ઓપરેશન સફળ થયું ને દર્દી બચી ગયું,
અમેં લૂંટીએ છીએ એ હજારો દુવાઓ એવું કહીને કે લગ્નના વિસ વર્ષે તમારા ઘરે પારણું બંધાશે,
અમે લૂંટીએ છીએ સગાઓની આંખમાંથી આવતા આંસુ એવુ કહીને કે કેન્સર જેવી ભયંકર બીમારીના ભરડામાંથી તમારું બાળક હવે મુક્ત છે.
જુવાનજોધ દીકરાને પથારીએ પડેલો જોઈ બાપની આંખમાં આવતા આંસુ, વ્યંધત્વથી પીડાતી દીકરી માટે માં ની વેદના,દવાખાનેથી હેમખેમ નીકળતાં પોતાના ખિલખિલાટ બાળકને જોઈને એના સ્વજનોના મોઢે અમારા માટે થતા લખલૂંટ વખાણ,બધું જ અમે લૂંટીએ છીએ.
જાઓ ત્યારે આજે તો સ્વીકારી જ લીધું.
Copied...