મારુ મન...
આ મન ક્યારેક અશ્રુ તો ક્યારેક ખુશીઓ ની હેલી વરસાવતું બેસુમાર
પણ હે નાથ વિનવું કે આ ચંચળ મન રાખ નિત્ય તુજ માં એકાકાર
આ મન ક્યારેક આત્મવિશ્વાસ તો ક્યારેકઅવઢવ ના શિખરો કરતું સર
પણ હે નાથ વિનવું કે આ ચંચળ મન રાખ નિત્ય તુજ માં એકાકાર
આ મન ક્યારેક પ્રેમ તો ક્યારેક દ્વેષ ના વસ્ત્રો કરતુ અંગીકાર
પણ હે નાથ વિનવું કે મુજ ચંચળ મન રાખ નિત્ય તુજ માં એકાકાર
આ મન ક્યારેક અર્પણ તો ક્યારેક સમર્પણ ના પાઠ કરતુ સાકાર
પણ હે નાથ વિનવું કે મુજ ચંચળ મન રાખ નિત્ય તુજ માં એકાકાર
મન રૂપી હણહણતા અશ્વો ને નાથી શકું એવી કૃપા કર અનરાધાર
હે નાથ વિનવું કે મુજ ચંચળ મન રાખ નિત્ય તુજ માં એકાકાર
મન રહે નિર્મલ તો જગ આખું દીસે નિર્મલ એજ છે પરમ સાર
હે નાથ વિનવું કે મુજ ચંચળ મન રાખ નિત્ય તુજ માં એકાકાર