સાગર તારો સ્વભાવ પણ ગજબનો છે
જે તરવા માટે ઝઝૂમે છે તેને ડુબાડી દે છે
અને મરેલાને તારીને કિનારે લાવે છે
એટલે જ જીવતા પહેલાં મરવું જરૂરી છે.
જીવન પણ કંઇક આવું જ રચાયું છે,
લગ્નમાં લોકો આગળ અને નનામીમાં પાછળ ચાલે છે.
પારકા શું આપનું બુરું કરવાનાં કરી શકવાના હતા,
જખ્મો તો સહુ આપણા જ આપી જાય રડાવી જાય છે.