મમતાજી મખણ વારી માની ને વેનાણી ચોલ વારી ચાય.
સવારજે શિરાણમે ન તા લજે ઘી ગોળ ન જગલ છાય.
અજ જો આધુનિક માંડુ કેતે કેતે ને કોર કોર પેયો ખાય.
ન ટક ન ટાણું ન નેરે કોર આય ભાણું ને પોય પેટ લગે લાય.
ઢગે ને હથે થી ધી વઈ ખેળ તોય કદે ન દુઃખઈ કેજી કેળ.
ઓછા વેપાર ને જેજા સાચવીએ વેવાર તોય પોધા વા મેળ.
ખે ચાઇનીઝ પંજાબી સમોસા દબલ રોટી ને કડક ને ભેળ.
દાક્તર વારે વેટે વે કતાર નવી ધવા પીરાય કયે પોય ઢેળ.
ગામળે જા ધર વેકાણા શેર મેં બધાંણા વડા વડા બંગલા.
વેલકમ ને હાય મેં બોલ ભોલાણા રામ રામ ને ચંગા ભલા.
પાણી પૈયા પાઉચ મેં ભતાર જો ભાગ પેયો નવે નવે ડબે.
થેલી મેં વેયા દહીં ખીર વેયા વિરે જા નિર પિધા ખોબે ખોબે.
હલે નર નાર હેકળી હાર તોય નતો થીયે બેળો પાળ.
"નર"સમરીયા શ્યામ કે મથે વસે કલયુગ જો કાળ
નારાણજી જાડેજા