“ગંગા-જળ”
“ચૈત્ર –વૈશાખના ગર્મીના દિવસો માં હરદ્વાર થી પરત ફરતા શ્રધ્ધાળુઓ થી બસ ભરેલ હતી. અગન દઝાળતી ગર્મીમાં એક માજીને પાણીની ખુબજ તરસ લાગી, પરંતુ એમની પાસે પીવાનું પાણી ન હોવાથી આજુ બાજુના સહ પ્રવાસીઓને થોડુંક પાણી આપવા અરજ કરી. લોકો એક બીજા સામું જોઈ રહ્યા, પણ પાસે રહેલ ૧-૫ લીટરના ગંગા જળની બોટલમાંથી થોડું પણ પાણી આપવા આ લાચાર માજીની તરસ છીપાવવા આગળ ન આવ્યા.”
અંતે વહેતી અશ્રુધરાથી જ પાણીની પ્યાસ છીપાવવા વિચારી રહેલ માજીની પાસે એક નાનકડું બાળક અચાનક જ આવી પહોંચ્યુ અને પોતાની પાસે રહેલ નાની એવી પાણીની બોટલમાંથી માજીની પ્યાસ છીપાવવાનો પરમ આનંદ મેળવતા-મેળવતા હસાવા લાગ્યો. –જાણે કૃષ્ણ જ આવીને પરમ-જ્ઞાનનો દિપક પ્રગટાવતા ગયા.
કિરીટ બી, ત્રિવેદી-ગાંધીનગર
તા.૧૯-૧૧-૨૦૧૮