Gujarati Quote in Blog by Bhoomi Pandya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેવ દિવાળી.. આપણે ત્યાં એવું કેહવાય છે કે ભગવાન ના લગ્ન હોય અને ત્યાર બાદ જ લગ્ન ની સિઝન મસ્ત ખીલે.ઈશ્વર સૃષ્ટિ ના સર્જનહારે પોતે દુષ્ટ ના ત્રાસ થી બચાવવા તુલસી સાથે એક છોડ સાથે લગ્ન કર્યા અને એ છોડ દરેક ઘર ની દીકરી સમાન બની ગઈ. કેવા ધામધૂમ થી ઉજવાય આ તેહવાર.પણ મને એ નથી સમજાતું કે જ્યારે એમ કેહવાય ને કે પેલા નાં જમના માં તો ગ્રહ નડતો તો ઝાડ સાથે લગ્ન કરાવે હો.બાકી નડે ને બે માણસ ને સુખે ન રેહાવા દે.આ વાત ને અંધશ્રદ્ધા નું નામ આપી ને વૈજ્ઞાનિક યુગ માં આપણે માણસો તો આ બધું બંધ કરી દઈએ. પણ વિચારો ઈશ્વર પોતે એમ કહે કે હું કોઈ છોડ નું રક્ષણ કરીશ કોઈ પણ સગપણ થી ને લગ્ન કરી લે એ વાત સામાન્ય પણ આપણે ઝાડ નું રક્ષણ કરવા એની સાથે લગ્ન નથી કરતાં.ઈશ્વરે તો એવું પણ કહેલું કે હું વૃક્ષ માં પીપળો છું. પીપળો જ કેમ એનું કારણ પણ કે ટેકનોલજી જાણે એ જાણતા જ હશે.ઝાડ નું નજીક રેહવું રક્ષા કરવી એટલું પણ બસ છે. નથી એ કોઈ માંગણી કરતું બસ આપે છે જીવન સૃષ્ટિ ના કેટલા બધાં જીવો ને.હું એવું નથી કહેતી કે વૃક્ષ સાથે લગ્ન કરવા યોગ્ય છે પણ બસ દરેક તુલસી ની પૂજા કરતા કે ન કરતાં વ્યક્તિ એ જો કોઈ ને રક્ષણ આપવું હોય તો બસ લગ્ન ભલે માણસ સાથે કરવો પણ કરિયાવર માં એક છોડ જરૂર આપજો.આટલા સંસ્કાર થી કેટલાય જીવ નું રક્ષણ અને દેશ નું ભવિષ્ય પણ આપણે પરંપરા મુજબ ચલાવી શકીશું.

સૌ વાચકો ને દેવ દિવાળી ની શુભેચ્છાઓ..

"આપના અભિપ્રાયો આપશો તો આ કોરા ક્યારા ને પણ પ્રાણ ફૂટશે."
આભાર.

Gujarati Blog by Bhoomi Pandya : 111049411
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now