પરમ શક્તિ
========
સ્ત્રી, આ જીવન ની ધારા માં તું વિધવિધ રૂપ ધારણ કરતી
અને દરેક રૂપ ને પ્રેમ, ખંત અને જતન થી બેખૂબી નિભાવતી
સ્ત્રી, તારા થકી જ આ સૃષ્ટિ ,અને તુજ છે પરમ શક્તિ
દીકરી રૂપે પિતા ના ઘર ની ફૂલવાડી સદા મહેકાવતી
માતા પિતા પર સદા લાગણીઓ નો ધોધ વરસાવતી
સ્ત્રી, તારા થકી જ આ સૃષ્ટિ ,અને તુજ છે પરમ શક્તિ
બહેન રૂપે ભાઈ પર હેત ની હેલી વરસાવતી,
લડતી ઝગડતી પણ છેવટે તો ભાઈ ને રીઝવતી
સ્ત્રી, તારા થકી જ આ સૃષ્ટિ , અને તુજ છે પરમ શક્તિ
પત્ની રૂપે પતિ સંગે અવિરત જીવન રથ હાંકતી,
પતિ નો પડછાયો બની નિજ અસ્તિત્વ ઓગાળતી
સ્ત્રી, તારા થકી જ આ સૃષ્ટિ , અને તુજ છે પરમ શક્તિ
જનની રૂપે સ્ત્રીત્વ ની પૂર્ણતા ને હરખભેર વધાવતી
આજીવન પોતાના પિંડ પર સર્વસ્વ ન્યોછાવર કરતી
સ્ત્રી, તારા થકી જ આ સૃષ્ટિ , અને તુજ છે પરમ શક્તિ
સ્ત્રી, દરેક રૂપ બેખૂબી નિભાવાની હોડ માં સ્વ ને કદી ના વિસરતી,
મનાવજે ઉત્સવ તારા અસ્તિત્વ નો અને પ્રસરાવજે ઉલ્લાસ તારા સ્ત્રીત્વ નો
કારણ કે સ્ત્રી, તારા થકી જ આ સૃષ્ટિ , અને તુજ છે પરમ શક્તિ