વાહ! ઓશો ની કેવી સુંદર વાત,तेरो नही बहो। આપણે તો બસ તરતા જ શીખ્યા છીએ ને એ પણ સામા પુરે, ક્યારેક વહેવાની પણ મજા હોય છે. બસ જે ચાલે છે એ ચાલવા દઈએ, સ્વીકારી લઈએ તો કેટલું સરળ બની જાય જીવવાનું, સામે પુરે ઘસીએ ત્યારે સફળ તો જવલ્લે જ થવાય છે પણ નિરાશા બમણી આવે છે. માટે ક્યારેક વિરોધ વિવાદ વગર બસ સ્વીકારતા શીખી જવું જોઈએ. બધું સ્વીકાર્ય નથી હોતું પણ અસ્વીકાર્ય પણ નથી હોતું. ને ઓશો ની એક મહત્વ ની વાત મૃત્યુને અને દુઃખને સ્વીકારતા શીખીએ, તો જ સુખ મળશે. માટે ચાલો મિત્રો તરીએ નહિ વહીએ....