# વાતો જે વિસરાય નય....
નન્હેં મુને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યાં હે....
મારા બાળપણમાં મારા હાથ મુઠ્ઠી વાળેલા હોય હમેંશા ત્યારે સ્વીટ જ હોય કે કોઈ નાનું ફેવરિટ વાળું રમકડું....
ને બીજા બધાના હાથમાં મને યાદ છે ત્યાં સુધી તો લખોટી, કોડીઓ, સિંગ ચણા, પાટીમાં લખવાની પેન, માટી, આવું બધું હોતું....
ક્યારેક એમજ બધાને અને ખાસ કરીને બધાને ઉલ્લુ બનાવવા ખાલી જ મુઠ્ઠી વાળી રાખતા અને પછી સામેવાળું જાતે ખોલવા લાગતું ત્યારે ભમ્મ દઈ ખોલી દેતા ને ખડખડાટ હસવા લાગતા....
પણ હવે આજના જમાનામાં તો બાળકો મુઠ્ઠી વાડવાનું જ ભૂલી ગયા લાગે છે કે ક્યાંક આપણી જ ભૂલ છે....
મોસ્ટલી બાળકોના હાથમાં પેરેન્ટ્સનો મોબાઈલ ફોન, ટેબ્લેટ, વીડિયો ગેમ, ગેઝેટ, કે પછી તેમની સમજ બહારની ચોપડીઓ નું ભાર ભરેલું ભણતર....
# સાંઈ સુમિરન....