Gujarati Quote in Blog by Manisha Gondaliya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વહાલા કહું કે ના કહું...

હજુ પણ એ જ કન્ફ્યુઝનમાં છું... આ પત્ર લખવાની ઈચ્છા થઇ કેમકે તમે મારા થનાર જીવનસાથી છો મારા વિશે જાણવું તમારો અધિકાર છે...

તમને થશે કે આજના આ ઈન્સન્ટ જમાના માં શુ પત્ર લખ્યો છે ?? તો પહેલા જ કહી દેવા દો હા હું ઓલ્ડ ફેશન્ડ છું..... મને વોટ્સએપના બીપ બીપ કરતા તમાંરા મરોડદાર
અક્ષરો વધુ ઉત્સાહિત કરે છે અને એથીય વધુ તમે અનાયાસે રોડ ક્રોસ કરતા પકડેલોએ હાથ.... સાચું કહું તો એ પલ મારા હૃદયને ધડકાવી મૂકે છે....

તમને ખબર છે મને ઝાકળ વરસાદ અને લખેલા કે છપાયેલા કાગળો નો નાનપણ થી જ મોહ રહ્યો છે.... ક્યારેક હેરી પોટર તો ક્યારેક મુંજ માં ક્યારેક નિકેત ક્યારેક કાળુંમાં તો વળી ક્યારેક બીજી નવલકથામાં અસ્તિત્વ ના ધરાવતા પાત્રોમાં હું તમને સતત ખોળ્યા કરતી... તમે હસી પડશો... મારી કલ્પનાઓ સાંભળી ને.......

આજના ફેસબૂકની લાઈક વહાટ્સેપના મેસેજ ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી કરતા મને આડા ટેડા ઊગેલા વૃક્ષમાં ભટકવું ગમે છે...

મને જ્યારે તાવ આવે કે મારું માથું દુખે ત્યારે હું તારા ખોળામાં માથું રાખી ને મારા વાળમાં હાથ ફેરવશો ને?કેમકે આજે પણ મારી દવા હુંફ જ છે બીજું કશું જ નહીં...

તું સાંભળવાની શક્તિ પહેલાથી જ વિકસાવી લેજો કેમકે હું જ્યારે ખુશ હોય ત્યારે અનહદ બોલું છું ...અને હા તમે પણ ક્યારેક બે ચાર શેર કે ગઝલ રટી લેજો...

કદાચ મને મારા વોર્ડરોબ કરતા મારી પર્સનલ લાઈબ્રેરી વધુ વ્હાલી હશે.. મને મારા વાળ ઓળવા સહેજે ગમતા નથી તો મારી ગુંચવાયેલી લટો તમારે જ સવારવી પડશે. ... મેકઅપ કરતા બોવ ફાવતું નથી એટલે ફટાકડી બની કદાચ તમારી સાથે પાર્ટી ઓ માં નહીં આવી શકું... તોય હા હું તમારા માટે થોડું ઘણુ સજવાનું શીખી લઈશ....

હું પ્રોમિસ કરું છું કે સરસ રસોઈ શીખીશ અને બનાવીશ અને સુંદર સાંજે સાથે ચા પીશું.... મને થોડુંક એકાંત વધુ ગમે છે દરિયો વધુ ગમે છે... ક્યારેક એવું પણ બને કે મને મારી રઝાઇમાં ઢબુરાઈ રેહવું ગમે છે...

ગાર્ડનમાં નવા નવા યુગલો જોય એટલી રોમાન્ટિક ફીલિંગ્સ નથી આવતી જેટલું ઘરડા ડોશા ડોશીને હાથ પકડેલા જોય ને આવે છે...


આ બધું કેહવું જરૂરી છે... તને કેહવું જરૂરી છે કે હું થોડીક ઓલ્ડ ફેશન્ડ છું... કેમકે મારે કોઈ સ્ક્રીબ્ડ સ્ટોરી નથી લખવી પણ મારે એક આખી આખી મોટી નવલકથા લખવી છે ... તમારી અને મારી આખી કહાની..... વિચારી લેજો .... બે વાર નહીં ત્રણ વાર નહીં પાંચ વાર વિચારી લેજો....

લી. સંબોધન હજુ વિચાર્યું જ નથી....

Gujarati Blog by Manisha Gondaliya : 111047380
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now