#everyonehasastory
પ્રણામ સાહેબ....હૂઁ ચીમન...પણ.. લોકો મને કચરાવાળા થી ઓળખે છે....સામે ચૉલ માં રહુ છું હૂઁ...માઁ અને પિતાજી જોડે..પિતાજી ગંભીર બીમારી થી પીડાઈ છે...અને માં એટલી સક્ષમ નથી કે ઘર ની જવાબદારી સાથે મારુ ભણતર પણ સાચવી શકે..એટ્લે ભણતર તો મુકાઈ ગયુ મારુ..અને અમારી નીચી જ્ઞાતિ છે એવૂ કહી લોકોએ મને કામ પર પણ ન લીધો...નાછૂટકે કચરો વીણવા ના કામ મા હૂઁ જોડાયો...ઘર ઘર જઇ કચરો ભેગો કરું હૂં.. શુરૂ શુરૂ માં આ કામ કરવા માં મને બહુ તકલીફ પડી..લોકો ની અવગણનાં અને અપમાન સહ્યુ...કચરો લેવા માં મારા થી જૉ ભૂલથી પણ કોઈ ને અડકાઈ જવાઈ...તો બઁધા મળી મને અપમાનિત કરે..મને કેહ "તુ નીચી જ્ઞાતિ નૉ..તને અડકી ને તો નહાવું પડે..નહિતર અમે અપવિત્ર થઈ જઇયે."એમનાં આ વાક્યો મારા હૃદય પર ઊંડા ઘા કરે સાહેબ..પરંતું ધીમે ધીમે હૂઁ આવી વર્તણુક થી ટેવાઈ ગયો...પરંતું સાહેબ એક પ્રશ્ન છે.. જૉ દૂધ વહેંચવા વાળા ને દૂધવાળો કેહવાઈ..જૉ ફ્ળ વહેંચવા વાળા ને ફ્ળવાળો કહેવાઈ..તો અમે થોડી કચરો વેંચીયે છે..? અમે તો કચરો સાફ કરીયે છે..તો અમે તો સફાઇવાળા કેહવાઈયે ને સાહેબ.?.કચરો તો તમે બધા અમને આપો છો...તેમ છતા કચરાવાળા અમે કેમ કેહવાઈયે...?અને સમજ્યા કે છે અમે કચરાવાળા.!!!!.. પણ અમે કચરો તો નથી ને સાહેબ...?કચરો સમજી અમને કેમ પગ નીચે કચડી નાખવામાં આવે?સાહેબ અમુક કામ ઇચ્છા થી નહીં પણ મજબૂરી થી કરવું પડતું હોઇ છે... માનસ નાં વ્યક્તિત્વ ને એનાં કામ અને એની જ્ઞાતિ પ્રમાણે ધારી લેવું..એ ક્યાં નૉ ન્યાય છે સાહેબ..?તમને અને અમને બધા ને એક જ માટી થી પ્રભુએ ઘડ્યા છે... તો પછી અમે અપવિત્ર કેમ?
માફ કરજો સાહેબ..કાઈ ખોટું બોલાયું હોઇ તો... રામ રામ...