# દિવાળી એટલે... ??
ભગવાન શ્રીરામ અયોધ્યામાં લંકાવીજય બાદ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ, હનુમાનજી સાથે ૧૪ વર્ષ બાદ આવ્યા ત્યારે આખા રાજ્યના લોકોએ રાત્રે અંધારું હોવાથી સર્વત્ર દિવા પ્રગટાવી તેમનો માર્ગ પ્રકાશિત કર્યો અને ખુશી મનાવી. તે દિવસ એટલે દિવાળી....
શ્રીકૃષ્ણે આજ દિવસે નરકાસુર નો વધ કર્યો હતો. તે પ્રાગજ્યોતિષપુર નો રાજા હતો. તેને દેવમાતા અદિતિના કાનની બાલીઓ છીનવી લીધી હતી. અને દેવમાતા અદિતિ સત્યભામા ના સંબંધી હતા. નરકાસુર વધ થયા બાદ પ્રજાએ દિવા પ્રગટાવી ખુશી વ્યક્ત કરી હતી. તે દિવસ એટલે પણ દિવાળી જ....
મહાભારત પર્વમાં દુર્યોધને શકુની મામાની મદદથી શતરંજના ખેલમાં પાંડવોને હરાવીને ૧૩ વર્ષનો વનવાસ અને ૧ વર્ષનો અજ્ઞાત વાસ આપ્યો હતો. આ શરત પુરી કરી પાંડવો પોતાના રાજ્યમાં પાછા આવ્યા તે દિવસ અમાસ હતી. અને અંધકાર બાદ પ્રકાશ ફેલાય છે. તે ન્યાયે પ્રજાએ દિવા પ્રગટાવી ખુશી મનાવી હતી.
રાજા વિક્રમાદિત્ય એ પ્રાચીન ભારતના મહાન રાજા હતા. તેઓ ઉજ્જૈન ના આદર્શ રાજા તરીકે માં હરસિદ્ધિના ભક્ત તરીકે તથા તેમની ઉદારતા, સાહસ, અને વિદ્વાનોના રક્ષણહાર તરીકે ખ્યાતનામ હતા. તેમનો રાજ્યાભિષેક આજના દિવસે જ થયો હતો....
# સાંઈ સુમિરન....