Gujarati Quote in Blog by aateka Valiulla

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#everyonehasastory
હૂઁ?હૂઁ રાજુ....હૂઁ ક્યાં રહું છું?હૂઁ આ ઊંચી પંદર માળા ની બિલ્ડીંગ દેખાઈ છે?નાં નાં હૂઁ ત્યાં નથી રેહતો..હૂઁ ત્યાં વોચમેન ની નોકરી કરુ છું....ઉંમર ૬૦..હૂઁ છેલ્લાં ૨૦ વર્ષ થી આ જ બિલ્ડીંગ માં કામ કરુ છું...હૂઁ અહિયાં રેહતા બાળક થી લગાડી વૃદ્ધ સુધી બધા ને નામ થી ઓળખું. પરંતું ભાગ્યે જ બિલ્ડીંગ માં રેહતા ૨-૩ વ્યક્તિ મને મારા નામ થી ઓળખે..નાં નાં..એનું કોઈ મનદુખ નથી મને..હૂઁ થોડી કોઈ ના કુટુંબ નૉ સભ્ય કે મિત્ર છું કે મને કોઈ મારા નામ થી ઓળખે..હૂઁ તો ખાલી એમનાં અને એમનાં પરિવાર નું ધ્યાન રાખતો એક મામુલી વોચમેન છું...મારો પરિવાર તો ગામ માં રહે..આટલી મોંઘવારી માં પરિવાર સાથે મોટા શહેર માં રેહવું મારાં જેવા લોકો માટે તો અશક્ય છે સાહેબ..નાની કમાણી.. એમાંનો મોટા ભાગ નૉ હિસ્સો ગામ માં મોકલૂ..મારી એક દિકરી છે..સુજાતા. એ ગામ માં BA ભણે છે મારી દિકરી પર મને ખૂબ ગર્વ છે....એક વાત કહું સાહેબ..દિવાળી માં પરિવાર ની બહુ યાદ આવે...જ્યારે દરેક વ્યક્તિ દિવાળી પોતાના કુટુંબીજનો સાથે મોજ થી ઉજવે.ફટાકડા ફોડે.ફરવા જાઇ.એક બીજા ને ભેટ સોગાત આપે..ત્યારે અમારાં જેવા પરિવાર થી દુર રેહતા લોકો ખૂબ પીડા અનુભવીએ...અમને એકલવાયું લાગે.કારણ કે છે તો અમે પણ માનસ જ ને.અમને પણ ઇચ્છા થાઈ કે આ અજાણ્યા શહેર માં કોઈ તો અમારું હોઇ જે અમારાં સાથે તહેવાર ઉજવે....પરંતું આજે..બિલ્ડીંગ ની એક નાનકડી દિકરી...મારા પાસે આવી...મારા હાથ માં મીઠાઈ નૉ ડબ્બો મુક્યો..અને મારા ગાલ ધીમે થી ખેંચી ને મને પ્રેમ થી કહ્યુ એને..."હેપી દિવાલી રાજુ ચાચા...મેરે ઘર પે આના દિવાલી મેં.સાથ મિલ કે પતાકે ફોડેન્ગે ".આટલું કહી એ દિકરી મને પ્રેમ થી ભેટી ને જતી રહીં..ઘણાં દિવસો પછી લાગ્યું કે આ અજાણ્યા શહેર માં કોઈ તો મારુ છે.. એ દિકરી ને જોઇ મન પ્રફુલ્લિત થઈ ગયુ.મન ના ઊંડાણ સુધી એ દિકરીએ આપેલી ભાવના ભેટ ઉતરી ગઇ...વર્ષો પછી દિવાળી દિવાળી જેવી લાગી..મારા ચેહરા પર મીઠુ હાસ્ય આપી ગઇ એ ઢીંગલી..અમારાં
જેવા લોકો માટે આટલું બહુ થઈ ગયુ...કોઈ પ્રેમ થી આવકારે તો બસ...ચલો હૂં જાવ.. તમારાં બધાં ને દિવાળી ની શુભેચ્છા ..જયશ્રીકૃષ્ણ...

Gujarati Blog by aateka Valiulla : 111045035
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now