Gujarati Quote in Microfiction by DJC

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?મનુષ્ય નું સર્જન ?

(કાલ્પનિક વાર્તા )

એક સમયની વાત છે કરોડો હજારો વર્ષો પેહલા એક વાર ઈશ્વર ખુબજ પ્રસન્ન થયા હતા ...અને તેમની એજ પ્રસન્નતા ને એમને આકાર આપવાની ઈચ્છા થઈ ....... અને તેમને તેમની પ્રસન્નતા ને આકાર આપી એક ગ્રહ નું નિર્માણ કર્યું જે હતી પૃથ્વી ...?

હવે ઈશ્વર ને થયું આ ગ્રહ ને કેવી રીતે સુશોભિત કરું કે તે અતિ સુંદર બની જાય.......???

આમ પૃથ્વી ને વધુ સુંદર બનાવવા માટે ઈશ્વરે વિવિધ ઝાડી ઝાડવા અને જંગલો નું નિર્માણ કર્યું??? ....
અને પૃથ્વી પર જાણે લીલી સુંદર ચાદર પથરાયી હોય એવી સુંદર લાગવા માંડી ...

પરંતુ હજી કૈક ખૂટે છે એમ વિચારતા ઈશ્વરે નદી, ઝરણાં , સરોવરો , તળાવો, તેમજ ખુબ વિશાળ સ્વરૂપે સમુદ્ર ?️ની રચના કરી...જે અતિ સુંદર હતા અને પૃથ્વી ની સુંદરતા માં વધારો કરતા હતા .....

હવે તો પૃથ્વી પર જાને કુદરત ની કળા ખીલતી જતી હોય એવી બની રહી હતી ....

પછી ઈશ્વર ને થયું હજી હું શું કરી શકું કે પૃથ્વી વધારે સુશોભિત લાગે.... તેમાં ને તેમાં ઈશ્વરે વિશાળ પર્વતો ⛰️, ડુંગરો ?️, અને વિવિધ અમૂલ્ય સ્થળો?️ ની રચના કરી...

હવે ઈશ્વર ખુબજ ખુશ થયા ....અને વિચારવા લાગ્યા કે
આટલી સુંદર પૃથ્વી મેં બનાવી પણ ....
તેને નિહાળવાનો લ્હાવો કોણ લેશે..???
કુદરત ની આ અમૂલ્ય સંપત્તિ માં રહેવાનો આનંદ કોણ પામશે ????
અને મારા કરેલા આ વિવિધ સર્જન ના વખાણ કોણ કરશે ?????

અને ઈશ્વરે અંત માં એક અદભુત સર્જન કર્યું અને તે હતું - મનુષ્ય નું સર્જન .

આમ થયું મનુષ્ય નું સર્જન .

? : ઈશ્વરે ક્યાં હેતુ થી માનવી / મનુષ્ય નું સર્જન કર્યું હતું અને મનુષ્ય આ શું હાલત કરી દીધી છે પૃથ્વીની ?....DJC✌️

Gujarati Microfiction by DJC : 111043344
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now