Gujarati Quote in Book-Review by Rajveer Kotadiya । रावण ।

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ફરી_એક_મુલાકાત_સરાની

પ્રસિધ્ધ ઐતિહાસીક સ્થાન મુળી તાલુકાનું આંબરડી (કરશનગઢ) ગામ છે. સ્વ. ઝવેરચંદ મેઘાણીના જ ‘સૌરાષ્ટ્રની રસધાર’ પુસ્તકના પ્રકરણ ‘અણનમ માથા’ તમામે એક વખત તો વાંચવું જ જોઈએ કે તેવા સમયે પણ કેવા શુરવિર નેકટેક અને મહેનતકશ યુવાનો હતા. અને ઈર્ષા તથા કપટ અને ખટપટ પણ કેવી હતી. સામસામે યુધ્ધનું જે તાદ્રશ્ય વર્ણન છે. તે કદાચ આ સૌરાષ્ટ્રની રસધાર સિવાય કોઈ પુસ્તકમાં નહિ હોય. વાત એમ હતી કે આંબરડી ગામમાં સાત ગામનો ધણી શુરવીર ચારણ વિસળ રાબો હતો. આ વિસળ સહિત અગીયાર ચારણ અને ગામનો પુજારી કેશવગર બાવો ગાઢ મીત્રો હતા. આ બારેય મિત્રોએ એક સાથે જ મરવાની પ્રતિજ્ઞા લીધેલી અને પછી સૌ પોત પોતાના ખેતી પશુપાલન અને મંદિરની સેવા પુજાના ધંધેલાગી ગયેલા.વિસળ રાબાની પોતાની પ્રતિજ્ઞા હતી. કે જગજનની આદ્યશકિત માતાજી સિવાય પોતે કોઈ ને માથુ નહિ નમાવે.

વિસળની આ પ્રતિજ્ઞાની તેના વિરોધી ચારણે અમદાવાદના સુલતાનને જાણ કરી કે સમગ્ર સોરઠ તમને નમે અને એક સાતગામનો ધણી ચારણ તમને નમવાની ના પાડે? આથી સુલતાન ખુદ પોતાનીફોજ લઈ ને આંબરડી આવ્યો કેશવગર સહિત અગીયાર મીત્રોએ બાદશાહની ફોજ સામે ભીષણ યુધ્ધ કર્યું સુલતાનના શાહજાદા મહોબતખાન કે જે હાથીની અંબાડી ઉપર સવાર હતા તેને આ વિસળ રાબાએ હાથીના દાંત ઉપર ચડીને વધેરી નાખ્યો પણ દરીયા જેવી સુલતાન ફોજ સામે આખરે અગયારેય મિત્રો શહીદ થઈ ગયેલા જે મીત્ર બહારગામ ગયેલો તે સાંજે પાછો આવતા તે પણ અગીયાર મીત્રોની ચીતા ઉપર ચડી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરેલી!

આંબરડી ગામના પાદરમાં આ બાર ‘અણનમ માથા’ની ખાંભી ઓ એક દેશી અતિ જર્જરીત અને દેશી નળીયાના છાપરા વાળા ઓરડામાં આજે પણ છે.

#મિત્રતા_નું_અદ્ભુત_વર્ણન

#આંબરડી_ના_મિત્રોની_ખાંભીના_રૂબરૂ_દર્શન

???

Gujarati Book-Review by Rajveer Kotadiya । रावण । : 111043317
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now