દોસ્તો! મારા મગજમાં કાંઈ ઊતરતું નથી,
ને મને એનાં વગર તો કાંઇપણ ગમતું નથી.
જિંદગીને શાનથી સૌ જીવવા માંગે અહીં,
કષ્ટ ખુદને આપવાનું કામ કો કરતું નથી.
પ્રેમ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં માનવો ટોળે વળે,
પ્રેમ જ્યાં ના હોય ત્યાં તો કોઇપણ નમતું નથી.
એવું તો શું થઇ ગયું છે આજનાં લોકોને પણ,
કોઇપણ કોઈની દિલની વાત સાંભળતું નથી.
સાત સાગર જેવી હિંમત દીધી છે ભગવાને તો,
જાત પર વિશ્વાસ કરતા કેમ આવડતું નથી.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)