જનેજનમાં જનાર્દન દીસે પ્રભુ આવાહન તારું.
જળસ્થળમાં સઘળે ભાસે પ્રભુ આવાહન તારું.
કોઈ રહે સદા પ્રસન્નચિતે અતિથિને આવકારે,
આતિથ્યમાં પરમેશ્વર વસે પ્રભુ આવાહન તારું.
દીનહીન પર દયા દાખવી સહાય કરી દુઃખ ટાળે,
જેના અંતરમાં કરુણા હશે પ્રભુ આવાહન તારું.
ઠારે આંતરડી મા બાપની સેવા શ્રવણ થૈ કરે,
હરિ એના ઉરમાં જ રહેશે પ્રભુ આવાહન તારું.
ના કદી વૃક્ષ કાપે વાવી તરુવરને ઉછેરી જાણે,
ઝાડની માવજતે વિભુ પાસે પ્રભુ આવાહન તારું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.