કમલેશ કમ્પાઉન્ડર ની કલમે,
અમારા ડો જોષી સાહેબ ના દવાખાનામાં જાતભાતના પેશન્ટ આવે મારું કામ તો દવા આપવા અને ક્લિનિક ખોલવાનું પણ જીવ મારો લેખક નો (થોડું ઘણું કાંઇક મનમાં આવે તે લખી નાખું) અને ઇ બુકમાં મોકલીને લાઈક્સ પણ મેળવુ,આત્માથી જાણ ખાતર,તો હું શું કહેતો હતો કે હા પેશન્ટ ,મેં બધાં ના પેટ નેમ પાડયા છે .
પેલા રાહુલ ભાઇ આવે ને તો આખું દવાખાનુ મહેંકી ઉઠે ! એટલું પરફયુમ લગાવી ને આવે પોતાની જાતને હીરો સમજે પણ ના મોઢા માં કાંઇ ભલીવાર કે કાંઇ આવડત માં બોલે તો પૈસા પડી જાય કોઈ બી ગ્રેડ નો પ્રોડ્યુસર મફત માં પણ ના લે ,આપણી બૂકમાં એનું નામ હીરો બની ગયા ઝીરો!
કાન્તિ કાકા આવે એટલે પુરાં દવાખાના ને , બીજા પેશન્ટ ને ડોક્ટર ને અને મને પણ કામે લગાડી દે જટલી સ્પીડ થી આવે ને તેની વધારે સ્પીડ થી જાય , હોય કાંઇ નહીં પણ દેખાડો જાજો કરે
આપણી બુકમાં એમનું નામ તુફાન મેલ!
કનુભાઈ આવે એટલે લેડીઝ પેશન્ટ પર ઇમપરેશન પાડવા બહું સલુકાઇ થી વર્તે બધી ઓને થાય કે કાશ માંરો પતિ પણ આવો જ હોય તો! ભીડ હોય તો ઊભા રહીને પણ બીજા ને જગ્યા આપી દે (લેડી પેશન્ટ અફકોરશ) ઘરમાં તો આંખો દીવસ બાયડી સાથે લડતો હોય, એની વાઇફ પણ ડોક્ટર જોષી સાહેબ ની જ પેશન્ટ (બિમારી હાય બી પી)
આપણી બુકમાં એમનું નામ ઘરમે રામ ગલી મેં શ્યામ,!
એવું નથી કે અમારા કલીનીક માં ફક્ત જેનટસ આવે છે પેલા મધુ બેન આવે , એમના હાથ માં પુજા ની થાલી, શાકભાજી ની થેલી છત્રી, કામવાળી ની છોકરી, મોબાઇલ સરી જતી સાડી, કેટલાંય લબાચા હોય આવે કે ધબ્બ કરતા બેસી જાય છોકર. રી
ીજાણે પાણી આપવાજ આવી હોય એમ લાગે દવા લઈને ચુપચાપ જતા રહે, મોઢા પર આખી દુનિયા નો ભાર, આપણી બુકમાં એમનું નામ
દુખી આત્મા!
આખા કલીનીક આવતા વેંત છવાઈ જાય તેવી એક પેશન્ટ,. નામ એનું મિલી ! પણ મને નથી લાગતું કે એ કોઈ ને હજી સુધી મરી હોય, સાહેબ શું વાત કરો જુવાન તો જુવાન બુઢ્ઢા પણ્ જવાન થાય એવી એની અદા એમાં અમારા જોષી સાહેબ પણ આવી જાય ! એવું તો મીઠું બોલે કે આપણે સાંભળી જ રહીએ મીલી મીલી...હે આપણી બુકમાં એમનું નામ શું રાખવું જોઈએ મીલી તું કીસકો મીલી?
આ બધા તો ઠીક પણ જ્યારે જ્યારે અમારા બાળ પેશન્ટ આવે ને તો કલીનીક જણે પ્લે એરિયા બની જાય હાથમાં બોલ , વીડિયો ગેમ, મોઢા માં ચોકલેટ,નાક માં સેડા મમ્મી ની રીકવેશટ, પણ એનું ધ્યાન કપાય ના હોય,બોલ પાડે તે અને ગોતવા બધા વાંકા વળીને આપે,ના આપે જોરદાર ભેકડા એની શાણી મમ્મી છેલ્લે આવે ને પેલે જતી રહે,
આપણી બુકમાં એમનું નામ બાલગોપાલ!
આવા તો કેટલાય પેશન્ટ આવે છે અને જાય છે એમાં થી થોડા તમારી સાથે શેર કર્યા મજા પડી કે નહીં એ કહેજો હોં કે.