માતા
કોઈ કહે મા, કોઈ કહે મમ્મી, કોઈ કહે બા, શબ્દ કોઈ પણ વાપરો પણ સ્નેહ એજ આપે તે માતા.
મારી મમ્મી વિશે હુ અહીં થોડી વાત કરી દવ બધા પોસ્ટ મુકે છે તો હુ પણ મારી મમ્મી વિશે વાત કરી દવ,
આજની તારીખે પણ ક્યારેક થાકેલો આવુ ને તમારા ખોલામા માથુ રાખી દવ ને તમે જે હાથ ફેરવો ને થાક ગાયબ, એ મારી મમ્મી નો પ્રેમ,
ટીવી જોતો હોયને છોકરા ને કહુ પાણી આપતો ને છોકરા પહેલા તમે માટલે પહોચો, એ મારી મમ્મીનો પ્રેમ,
તમે ભણેલ ન હતા પણ અમે ભાઈ બહેન વાચતા હોય તો અમારુ ધ્યાન રાખવા કે વળી જોકા ન ખાય તમે જાગતા, એ મારી મમ્મીનો પ્રેમ,
તમે કોઈ દિવસ કોઈ સલાહ નથી આપી, બસ તમારી જેમ જીવતા થયા ને એક અલગ પ્રેમ પામ્યો બધા પાસેથી, એ મારી મમ્મીનો પ્રેમ.
તમે મૌન રહીને કોઈ અપેક્ષા વગર વરસાવ્યો એજ મારી મમ્મીનો પ્રેમ.
મમ્મી તમને દિલથી ????