ઘણા સમયથી લખ્યું નથી, લખવાનો સમય નથી મળતો અથવા તો પ્રેરણા નથી મળતી એમ કહેવું પણ ખોટું નથી. છતા અંદરનો લેખક સ્થળ અને સમય શોધી એકાદ ડોકિયું કરે ત્યારે ખોબો ભરીને સુવાસ કાગળ પર ઠલવાય છે. લખાય છે, પરંતુ લખતા રહી શકાતું નથી. મારે મારા અંદરના લેખકને થોડોક અંગત સમય આપવો જોઈએ. કસ્તુરીની સુગંધ અન્ય સુધી ણ પહોચે તો ચાલેશે પરંતુ મૃગના પોતાના નાક સુધી તો પહોંચવી આવશ્યક છે. મનોજ ખંડેરિયા કહે તેમ "તારે માટે ગઝલ મનોરંજન, મારે માટે તો પ્રાણ વાયુ છે.