Gujarati Quote in Blog by Devanshu Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

..અનિવાર્ય નથી. ..અપૂર્ણ.)એ વિષય માં આપણે પછી વિચારીશું કિન્તુ અહીં આપણે કેટલીક વિભાવનાઓને સ્પષ્ટ કરી લઈએ.

સમાન ભાવ હોવાનો અર્થ એ માત્ર સકારાત્મક જ હોય એ જરૂરી નથી, એ નકારાત્મક પણ હોઈ શકે, જેમ કે ધિક્કાર કે દુશ્મની.કારણકે શુદ્ધ દુશ્મની પણ સંબંધ તો છે જ! પણ એ બંને તરફી સમાન હોય તો. એક ને હોય અને બીજા માં ના હોય ત્યાં સંબંધ રચાતો નથી કેમ કે સંબંધ 'two-way traffic' જેવો હોય છે.
બીજી સ્પષ્ટતા 'સ્વૈછિકતા' વિષે કરીએ..સંબંધ (સકારાત્મક કે નકારાત્મક) નું સ્વૈચ્છીક હોવું તેની યથાર્થતા માટે અનિવાર્ય છે. મતલબ બીજાથી પ્રેરાયેલો કે દબાણ થી કરાવાયેલો સંબંધ, સાચો હોતો નથી ભલે તેનું કલેવર સંબંધ જેવું લાગતું હોય. બહુ ઊંડા ના ઉતરતાં આગળ વધીએ. સંબંધ નું સાહજિક હોવું એટલે શું? જે સ્વયં સ્ફૂરિત હોય, સ્વયં અંકુરિત એટલે કે સ્વયંભૂ હોય એ જ સાચો સંબંધ. જેમ સંબંધ પર-પ્રેરિતના હોવો જોઈએ તેવી જ રીતે તે કોઈ લોભ-લાલચ કે કોઈ ચોક્કસ હેતુ કે ઈરાદો પાર પાડવા માટે પણ બાંધવામાં આવેલો ન હોવો જોઈએ પછી ભલે ને સ્વ-પ્રેરિત જ કેમ ના હોય! ઇરાદો સારો હોય કે ખરાબ પણ ઇરાદાપૂર્વક બાંધેલાં સંબંધ માં સુવાસ હોતી નથી...! ...અપૂર્ણ

Gujarati Blog by Devanshu Patel : 111040812
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now