Gujarati Quote in Microfiction by Alkesh Chavda Anurag

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મારે GPSC પરીક્ષા પુરી થઈ અને એક અજબ કોમેડી બની...

વાત જાણે એમ બની કે...

પરીક્ષા પૂર્ણ થતા હું અને બીજા બે મિત્રો પરીક્ષા કેન્દ્રની બહાર એક ચા ની કીટલી એ ચા પીવા રોકાયા. મારા GPSC ના બન્ને પ્રશ્નપત્ર મેં એક સ્ટુલ પર મૂકેલા હતા. અમે ચા ની ચૂસકી લેતા લેતા પરિક્ષા ની વાતો માં મશગુલ હતા. ત્યાં એક ગાય માતા આવ્યા અને સ્ટુલ પર પડેલા પ્રશ્નપત્રો મોઢામાં લઈ ચાવવા લાગી. મેં ગાય માતાના મોં માંથી પ્રશ્નપત્ર છોડાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ ગાયે જાણે નક્કીજ કર્યું હતું કે...
"આજે તો GPSC નો અભ્યાસક્રમ પચાવી ને રહીશ..."

પછી મેં પણ પ્રયત્ન છોડી દીધો... અને મનોમન હું, પ્રશ્નપત્ર ચાવતી ગાય માતા ના મોં સામે જોતા બોલ્યો કે...

"અમને માણસ જાતને સરકારની 'સિસ્ટમ'ના મુરતિયા તૈયાર કરવા અર્થે લેવાયેલ પરીક્ષા કે આ સિસ્ટમ નથી પચતી તો હે ગાય માતા તમને એ પચે એવી ભગવાનને પ્રાર્થના..."

હું આવું વિચારતો હતો ને ગાય માતા, જેમ ભોજન પછી મોઢામાં મુખવાસ ચાવતા ચાવતા કોઈ માણસ નીકળે એમ ત્યાંથી ચાલતા થયા અને આગળ જઈ એ પ્રશ્નપત્રનો ડૂચો મોઢાની બહાર કાઢી નાખ્યો... તરત મને થયું કે...

"સાલી સિવિલ સર્વિસ પચાવવી અઘરી તો ખરી હો..."


@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Microfiction by Alkesh Chavda Anurag : 111040589
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now