જીવન એક પાણીમાં તરતી નાવ સમાનછે જેમ નાવ પાણીમાં આગળ વધેછે તેમ જીવન પણ વરસો વરસ ચાલ્યા કરે છે નાવને પણ પાણીની અંદર ઘણી જ થોકરો ખાવી પડે છે જેમ કે તોફાની પાણી, અંદર આવતા નાના મોટા પથ્થરોની અડફેટો, તેમ જીવનને પણ જીવવામાં ઘણા દુખસુખ કે ચડતી પડતી આવેછે તો જીવનને પણ એ બધામાંથી આગળ તેના મુકામ સુધી પહોંચવું પડેછે છેવટે દરેક ને કિનારે તો આવવું પડે છે ને જો નાવ કિનારા સુધી આવવામાં અસફળ થાય તો નાવને પણ વચ્ચે ડુબવું પડે છે ને જો જીવન તેની પુરી મંજીલ ના કાપી શકે તો વચ્ચેના કોઈ પણ વર્ષમાં અધુરી મંઝીલે તેને મેદાન છોડીને ચાલ્યા જવું પડે છે.