એ જમાનો હતો કે જ્યારે દેશમાં કોલસાથી ચાલતી ટ્રેનો ચાલતી હતી
તે સમયે નેરોગેજ ને બ્રોડ ગેજ એમ બે પ્રકારની ટ્રેનો હતી
અમે તે સમયે બહું નાના હતા જ્યારે ગૌરી વ્રત ના દિવસો આવે ત્યારે અમો એ ટ્રેનમાં બેસીને અમારા ગામથી નડિયાદ જતા તે પણ મફત કારણ કે એ ટ્રેન કલાક પછી પાછી મારે ગામ આવતી
કોઈ ટિકિટ ચેકર એ સમયે કોઈને પકડે નહિ અમો એન્જિન ની પાછળ આવતી બોગીમાં બેસી ને જતાં ટ્રેન ની ગતિ વધારે નહિ સમજો કોઈ કમાટી બાગની ટ્રેનમાં બેઠા હોય તેમ લાગતું
પણ ખરેખર બહુ મઝા આવતી
છોકરા છોકરીઓ ટોળે ટોળા આગળ પાછળ ચાલતા હોય ને એક બીજાની મસ્તી મઝાક કરતા ક્યારેક એકબીજા સાથે ટકરાય પણ થતો
આ તારી ને પેલી મારી (છોકરી)
વચ્ચે પડે તે ટીપાઇ જાય નકામો
તે સમયે તે છોકરીઓ ઘણી સુંદર દેખાતી
ઘણી ખરી સ્કુલ વાળી હોતી
એટલે સ્કુલનું અધૂરું કામ અમો અહી પૂરું કરતા(બોલવાનું બીજું નહિ)
મઝા પડતી એ સમયે ને આજ તો વસોં વીતી ગયા એ સમયે અમો રાજેશ ખન્ના જેવા હતા કે દેખાતા હતા ને આજે અમો અટલજી જેવા થઈ ગયા છીએ
ને તે સમય ની છોકરીઓ પણ આજે શર્મિલા ટાગોર જેવી દેખાતી હસે કદાચ જ્યાં પણ હસે ત્યાં...
માટે તમો પણ સમય નો ઉપિયોગ્ કરો ક્યારે તમારો સમય પણ ક્યાં વહી જશે એ તમને પણ ખબર નહિ પડે.
તમે પણ આજે જવાન છો કાલે કોઈના પપ્પા થશો પછી કાકા...દાદા.
સમય ચાલ્યા કરેછે માટે ક્યારે તમે ઘરડા થશો તે પણ તમને વિચારવાનો સમય નહિ મળે ને ઘડપણ આવીને તમારી સામે આવી ઉભુ રહેશે તે પણ ખબર નહિ રહે