*કાલે જે ગરબામાં મળી હતી *
કાલે જે ગરબામાં મળી હતી,
એ છોકરીની આ વાત છે.
.
જોતા તો એ લાગતી'તી નમણી નાગરવેલ..,
જ્યારે આમ-તેમ નજર ફેરવતી ત્યારે લાગતી'તી ઢેલ.
.
ઓઢેલ આંછી ચૂંદડીમાંથી દેખાતી'તી એની કમર..,
જોવા એ કમરના વળાંકને નજર પણ કરતી હતી મેળ.
.
એક તો થઈ હતી એટલી તૈયાર,
અને એમાંય ચશ્મા ચડાવીને બેઠી હતી..,
લાગતું હતું જાણે ઘાયલ કરવાનો પ્લાન અગાઉથી ઘડીને બેઠી હતી.
.
કંઈક જુવાનિયાઓ એને જ જોતા હતા મેદાનમાં..,
બીજાની ક્યાં વાત કરું અમે ખુદ પણ ન્હોતા ભાનમાં.
.
ગરબામાં તાલને થનગણતી ચાલે,
મીઠું સ્મીત રેલાવતી હતી,
કૈકના હૈયા પલાલતી હતી.
.
નજરો તો ઝુકાવી દિધી હતી મારા માનમાં..,
પણ મને ક્યાં કઈ ખબર પડે છે સાનમાં..?
.
એણે તો આંખના ઇશારેથી કોઈ વાત કીધી..,
પણ મેં તો શરમાઈને નજર હટાવી લીધી.
.
નવલી નવરાતની એક રાતની આ વાત છે..,
કાલ જે ગરબામાં મળી હતી એ છોકરીની આ વાત છે...