(પણ અહીં માત્ર મારા માનવા ના માનવા ની વાત નથી...અહીં આપણી વાત છે કારણ કે.... જ્યાં 'મારા' ...આવે ત્યાં 'અહં' આવે અને 'અહં' તોડે છે જયારે 'ભાવ ' જોડવાનું કામ કરે છે!) ...તો ભાવાર્થ શું છે ?..'એક સરખા જ પ્રકારનો ભાવાનુબંધ એટલે સંબંધ'....! જેમાં વધારે -ઓછું, મોટું - નાનું, મારુ -તારું.. વગેરે નું કોઈ અસ્તિત્વ ના હોય, જે સ્વૈચ્છીક હોય....જ્યાં માત્ર સ્વાર્પણ હોય સ્વાર્થ નહિ, જેના મૂળ માં વિશ્વાસ રહેલો હોય, No obligation...No condition... Only devotion.... ! અને તે પણ સાહજિક કોઈ પણ પ્રયાસ રહિત હોય.અને એવું હોવાનો અહેસાસ સુદ્ધાં નહિ....! બીજા શબ્દો માં કહીએ તો જેનું સ્મરણ માત્ર પણ પરસ્પર ને સમાન ભાવ થી અભિભૂત કરી દે...એ જ 'સંબંધ'! પછી છો ને એ સંબંધ દોસ્તી નો હોય, કૌટુંબિક (ભાઈ-બહેન,પિતા-પુત્ર...વગેરે ) હોય કે પછી પતિ પત્ની નો! જે ક્ષણે ભાવ નો ક્ષય થાય છે તે ક્ષણે એ માત્ર 'બંધન' બની જાય છે અને તેનું અસ્તિત્વ, મહાત્મ્ય ખોઈ દે છે.પછી એ માત્ર બોજ બની ને રહી જાય છે....કારણ કે મહત્વ 'ભાવ' નું જ છે, સંબન્ધ ના નામ નું નહીં..! અરે! સંબંધ નું નામ પણ અનિવાર્ય નથી. ..અપૂર્ણ...