પ્રિય સાહિત્ય રસિક મિત્રો,
આપ સૌની સમક્ષ ગુજરાતી સાહિત્યને લગતા દસ પ્રશ્નો રજૂ કરુ છુ, તેનાં જવાબ આપશો.
1. ગુજરાતી ભાષાની સૌથી પ્રથમ નવલકથા કઈ છે ?
2. 'સરસ્વતીચંદ્ર' નવલકથા પછી વિવેચકોએ ગોવર્ધનરામ ત્રિપાઠીને શું કહી ઓળખાવ્યા હતા ?
3. કઈ નવલકથામાં ગુજરાતનાં ભયંકર છપ્પનિયા દુકાળનો કારમો ચિતાર આપવામાં આવ્યો છે ?
4. ક્યા લેખક ભારતનાં સંવિધાનની રચના માટે બનાવેલી સમિતિનાં સભ્ય હતા ?
5. ઝવેરચંદ મેઘાણીનાં ક્યા પુસ્તકમાં રવિશંકર મહારાજનું જીવનચરિત્ર વાંચી શકાશે ?
6. ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને ગણી શકાય ?
7. 'હાઈકુ' કાવ્યપ્રકાર કેટલા અક્ષરોનું બંધારણ ધરાવે છે ?
8. 'સુંદરમ્' કવિનું સાચુ નામ શું હતુ ?
9. 'દ્વિરેફ' અને 'શેષ' કોના ઉપનામ છે ?
10. 'મન મોર બની થનગાટ કરે' ની રચના ક્યા કવિની રચના 'નવીવર્ષા' પરથી પ્રેરિત છે ?