इस रविवार ऐक दोस्त के नाम....???
વિચારું છું આજ સુધી મેં શુ મેળવ્યું મારી જીંદગીમાં...,
પણ તમારા જેવા દોસ્તોથી વિશેષ બીજું તો શું હોય જીંદગીમાં...
.
એક ભટકેલી જીંદગીને જીવવાની એક આશા આપી...,
પ્રભુ તે આ જીંદગીને જાણે એક દોસ્તીની ભેટ આપી...
.
કોઈ પણ ક્ષણે મારો મુડ પરખવાની એને ક્ષમતા આપી..,
જાણે આ એકલતાને જડમૂળથી જ દૂર કરવાની કોઈ દવા આપી...
.
નિષ્ફળતાની કોઈ પણ ખુણે લડવાની તે મને પ્રેરણાં આપી..,
જાણે હિમ્મતને પણ તે મફતમાં શાહી મિજબાની આપી...
.
આ જાલિમ દુનિયામાં પોતાના માટે જીવવાની એક સલાહ આપી...,
જાણે એક શિખાઉ બાળકને તે નવી સાઇકલ ભેટ આપી...
.
રસ્તા વચ્ચે મુંજાયેલા આ મુસાફરને તે સાચી દિશા આપી..,
હે પ્રભુ ! ખુશીના નામે તે મને એક ખરા દોસ્તની નિશાની આપી...