*જિંદગી*
હાલત પર કેવું હસે છે જિંદગી,
.
તલવાર ની ટોચે વસે છે જિંદગી.
.
ઊભા રહી આઘાત ના થેલા ભરી,
.
કેવું પરાણે આ શ્વસે છે જિંદગી.
.
અટકી પડે જો ભાગ નાં દોડે પછી,
.
દુખીપણું આ નસનસે છે જિંદગી.
.
મારું હતું, મારું હતું, મારું જ છે,
.
આ ખોખલી વાણી ધસે છે જિંદગી.
.
હું માંડ જાણું આજને થોડો વધું,
.
ને બે કદમ આગળ ખસે છે જિંદગી.
Mind_Less